Ahmedabad, August 28 (TNA) રાજકોટમાં ખાંડની કૃત્રિમ અછત અને સંગ્રહખોરી રોકવા પૂરવઠા વિભાગની 15 ટુકડીએ વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી. સરકારના આદેશના કડક અમલીકરણને લઈ વેપારીઓની દુકાન અને વખારમાં ખાંડના ભૌતિક જથ્થાની ચકાસણી કરવામાં આવી.આ ટીમો દ્વારા વિવિધ વેપારીઓની દુકાનો તેમજ ગોડાઉનો ખાતે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વેપારીઓ પાસે રહેલા ખાંડના ભૌતિક જથ્થાનું નિયમ મુજબનું સ્ટોક વેરીફીકેશન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ સ્તરે નિયમભંગ કે કૃત્રિમ અછત ઊભી ન થાય. ખાંડની કૃત્રિમ અછત ઊભી ન થાય અને સંગ્રહખોરી અટકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.