1 સપ્ટેમ્બર, 2026 અમદાવાદ (TNA) નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ‘હબ એન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ઉડાનનું ઉદ્ઘાટન કર્યું હતું. . એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થઇ હતી.
આ ફ્લાઇટ પ્રવાસીઓને વાયા દિલ્હી વિશ્વના અનેક સ્થળ સાથે સાંકળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉસ્થિત રહ્યા હતા. આ સેવાના આરંભ સાથે, અમદાવાદ ભારતના વિસ્તરતા હબ-એન્ડ-સ્પોક આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વારાણસી અને અમૃતસર સાથે ત્રીજા પ્રાદેશિક કેન્દ્ર તરીકે જોડાઇ ગયું છે.
આ પહેલ સરકારના વ્યાપક હબ-એન્ડ-સ્પોક માળખાનો એક ભાગ છે . આ સેવા બિન-મેટ્રો શહેરોમાંથી આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સરળ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ‘ઇઝી કનેક્ટ’ મોડેલ હેઠળ, મુસાફરો તેમના અંતિમ વિદેશી ગંતવ્ય માટે અમદાવાદ એરપોર્ટ પર સીધા જ તેમના ચેક-ઇન, બેગેજ ડ્રોપ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા હાથ ધરીને હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડી શકશે..